STORYMIRROR

Bhavin Desai

Others

3  

Bhavin Desai

Others

વરસાદ આજ તમને

વરસાદ આજ તમને

1 min
13.8K


વરસાદ આજ તમને જે ભીંજવે બદનથી,
અંગે નિખાર એવો કે ફૂલ હો ચમનથી,
 
એ બુંદ બુંદ લપટી ઝાકળ બની ગુલાબી,
દીસે પરી તનેતો દાઝે મીઠી જલનથી,
 
સાડી સફેદ પાલવ સરકે જરાક તનથી,
પાણી ભરે ઈતર ત્યાં ખુશબો ઉડે પવનથી,
 
જો વાળ ઝાટકે તો આશિક રહે અવાચક,
તારી અદા જુએ તો શાયર લખે કવનથી,
 
થાયે કડાક કરતી આકાશ વીજળી જે,
ચમકાર થાય જાણે કે થાય એ નયનથી,
 
તું ગીત ગણગણે તો છેડાય રાગ મલ્હાર,
ને થાય સૃષ્ટિ નર્તન વરસે જો જળ મગનથી,
 
શબ્દો ખુટે 'અકલ્પિત' ક્યાં શું લખું ગઝલમાં!
બસ એટલું લખું છું તુંનાર છે ગગનથી.
 
 
 
 
 


Rate this content
Log in