STORYMIRROR

Bhavin Desai

Others

2  

Bhavin Desai

Others

તો ય શું?

તો ય શું?

1 min
3.0K


શાખ ઝાડની જો સુકાઈ જાય, તો યે શું?

છીપમાં જ મોતી વિલાઈ જાય, તો યે શું?

 

કેટલીયે ઈચ્છાઓ મારતાં મળે જીવવા,

ને મહીં જ થોડું ખોવાઈ જાય, તો યે શું?

 

રાખ ના હવે કો' રંજીશ જિંદગીથી તું,

હોઠ જો પછી બિડાઈ જાય, તો યે શું?

 

જિંદગી મળી છે એને જરાક જીવી લે,

આગમાં પછી જો ફૂંકાઈ જાય, તો યે શું?

 

ને વહે 'અકલ્પિત' એ રાખ આજ ગંગામાં,

બાદ મૃત્યુ પાપ ધોવાઈ જાય, તો યે શું?

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન