ચાલ ને રમીએ પ્રભુ
ચાલ ને રમીએ પ્રભુ
1 min
6.6K
ચાલ ને રમીએ પ્રભુ
સંતાકૂકડી હું અને તું
શોધતો રહ્યો મંદિર મસ્જિદ
મળ્યો મને તું દીન દ્વારે...
ધરતો રહ્યો હું અવનવા
ભોગ સાંજ સવારે
રિઝતો તુ હંમેશા શબરી ના બોરે
ચાલ ને રમીએ પ્રભુ ...
ડૂબકી લગાવતો નિત્ય
હું ગંગા કિનારે
આવ્યો મદદે તુ આંસુ ની ધારે
ચાલ ને રમીએ પ્રભુ ...
સ્તુતિ કરી તારી
હંમેશ શંખ ને ઘંટ-ઝાલરે
દર્શન થાય તારુ ૐ"અનંત" નાદે
ચાલ ને રમીએ પ્રભુ ...