મનની ગતિ
મનની ગતિ
1 min
13.8K
માનવ મહેરામણમાં એકાંત ઝંખતું,
એકાંતમાં શોધતું ભાતિગળ મેળો.
ક્યાં છે મનની ગતિનો આરો?
તડકા ટાણે છાંયડો માંગતું,
ઠંડા વાયરે મથતુ સૂરજનો થાપો.
ક્યાં છે મન ની ગતિ નો આરો?
શૈશવ કાળે યુવાની તરસતું,
યુવા વયે વાગોળતુ બાળ તોફાનો.
ક્યાં છે મનની ગતિનો આરો?
વસંતે માંગતું પાનખરની શાખો
પાનખરને પાંદડે વસંતી ડાયરો,
ક્યાં છે મનની ગતિનો આરો?
ખુલ્લી આંખે સ્વપ્નમાં ઝાંકતું,
નિંદરુંમાં ફેલાવતું "અનંત" પાંખો.
ક્યાં છે મન ની ગતિ નો આરો ?
