STORYMIRROR

Anant Dave

Others

2  

Anant Dave

Others

સોટી ના માર એ જિંદગી

સોટી ના માર એ જિંદગી

1 min
2.5K


સોટી ના માર એ જિંદગી
હળવે હાથે પણ શિખવી શકાય છે પાઠ જીવતરના
 
ના તરછોડ હાથ એ જિંદગી
હાથથી હાથ મેળવી પામી શકાય છે આભ ઊંચા
 
ના રડાવ એ જિંદગી
વરસાવી વાદળથી પણ ભીંજવી શકાય છે ધરતી ધરા
 
ના પિવડાવ કડવા ઘૂંટ એ જિંદગી
બે શબ્દ મીઠા કહી કરી શકાય છે દુ:ખ દૂર બમણા 
 
ના ડુબાડ મધદરિયે એ જિંદગી
લગાવી હલેસા હિમંતથી નાથી શકાય છે તુફાની દરિયા
 
ના જો સ્વપ્ન ખુલી આંખે
બંધ આંખે પણ કરી શકાય છે દર્શન હરિ 'અનંત'ના


Rate this content
Log in