ભોંકાતો ગયો
ભોંકાતો ગયો
1 min
7.2K
સોય થઈ તું છોને ભોંકાતો ગયો,
ફૂલ થઈ હું તોય ગૂંથાતો ગયો.
વિશ્વને ગજવે છે જે અખબાર થઈ,
એ જ તો પસ્તીમાં બંધાતો ગયો.
તે છતાં એ કાળો ને કાળો રહ્યો,
તાપમાં પડછાયો ધોવાતો ગયો.
આજ માણસ પણ બની ગ્યો છે રહસ્ય,
જે અનુભવથી ઉકેલાતો ગયો.
જિંદગીમાં ધાર આવે એટલે,
હુંય પેન્સિલ જેમ છોલાતો ગયો.