Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Reena Palathi

Others

3  

Reena Palathi

Others

થઈ જાવું છે

થઈ જાવું છે

1 min
7.1K


મારે ફરી બાળક થઈ જાવું છે,
બે ઘડી મસ્તીએ વિંટળાવું છે.

ચાંદો સૂરજ લલકારી ગાવુ છે,
મારે ફરી બાળક થઈ જાવું છે.

શેરીએ ગલીએ રમતા રમતા,
અડધી થાળીએ જમતા જમતા.

એક હાંકે રમવા દોડી જાવું છે,
મારે ફરી બાળક થઈ જાવું છે.

છાની દેને થોડી લખોટી,
મા જાણે તો દેશે સોટી.

તકિયામાં સેરવી સૂઈ જાવું છે,
મારે ફરી બાળક થઈ જાવું છે.

કીટ્ટા-બુચ્ચા કરતાં કરતાં,
ભાવ મિત્રોનો આંખે ભરતા.

હસતા હસતા માની જાવું છે,
મારે ફરી બાળક થઈ જાવું છે.


Rate this content
Log in