Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Reena Palathi

Others

3  

Reena Palathi

Others

મને ગમી છે

મને ગમી છે

1 min
14K


ગામડાની અમીરી મને ગમી છે,
ગરીબી જ્યાં મન ખોલી રડી છે.

ભીના આવ ને આવકાર પણ;
સૂકા શહેરે અપાર તંગી ફરી છે.

ઓળખ શરમાય આછકલું હસી,
અજાણી અહીં તો દરેક ગલી છે.

ટૂંકા આંગણે આ ગૂંચવણો વધતી,
ગામડે ગમતી એ મનછૂટ્ટી ફળી છે.

દોસ્ત! દિલ મૂકી આવ્યો ખેતરે,
અહીં તો જીવતી લાશ ખડી છે.


Rate this content
Log in