તું ખરો.
તું ખરો.
1 min
6.6K
હૈયા ઉપર જો હાથ લગાડે તો તું ખરો,
ખુદનેય મારી જેમ દજાડે તો તું ખરો.
એક ઝાડને તું ફટ કરીને ઓ ઉખાડનાર!
ઘરમાં છે જે ઉદાસી, ઉખાડે તો તું ખરો.
અર્પણ થશે પ્રભુને બધા ભોગ એ પછી,
ભૂખ્યા ગરીબ લોક જમાડે તો તું ખરો!
એ શક્ય છે કે એ થકી સંગીત આવશે,
તૂટેલ તાર પકડી વગાડે તો તું ખરો.
'પ્રત્યક્ષ' ઉપનામ લગાડ્યું છે તે ભલે,
પણ એની સામે જોઈ બતાડે તો તું ખરો.