Sujal Desai

Others

2  

Sujal Desai

Others

વળાંક

વળાંક

1 min
7.1K


શિયાળાની કાતિલ ઠંડીમાં રાતે સાત વાગ્યાના સુમારે, ગભરાતા મને, જીભ પર ભગવાનનું નામ અને મગજમાં બહેનપણીની ચિંતા સાથે અંધારા રસ્તે ટુ-વ્હીલર પર જતી સોળ વર્ષની મંજરી જાણે રાતરાણીનું ફૂલ.

ત્યાંજ એને ભાસ થયો કે એક બાઈક એની સતત ને સતત નજીક આવી રહ્યું હતું અને એ સાથે જ એના હૃદયના ધબકારા અને ટુ-વ્હીલરની સ્પીડ પણ વધી ગઈ.

આવનાર મુશ્કેલીનો આભાસ થતા એનું ગભરાયેલું મન મદદ માટે ભગવાનને પોકારી રહ્યું. ત્યાં જ એણે સાઈડ મિરરમાં એક ટેમ્પો આવતો જોયો. અને ટેમ્પાવાળો પણ પરિસ્થિતિ કળી ગયો !

એના અપર ડીપરના અજવાળામાં મંજરીને આગળ વળાંક દેખાયો. વળાંક લેતાની સાથે જ મંદિરનાં ઘંટારવ એનાં કાને ગુંજી ઊઠ્યા...

 


Rate this content
Log in