Sujal Desai

Others

2  

Sujal Desai

Others

મોબાઈલ કન્નેકશન

મોબાઈલ કન્નેકશન

1 min
1.7K


સુરતથી અમદાવાદની રાતની ટ્રેને પોતાની ઝડપ પકડી. કપડાં બદલવા જતાં એના ખીસામાંથી મોબાઈલ ટોઈલેટેમાંથી નીચે પડી ગયો.

મોંઘો મોબાઈલ આમ ખોવાઈ જાય એ પોસાય એમ નહોતું અને એમાં સૌનાં નંબર હતા. એમાં તો એક ખૂબ જ ખાસ. ઝડપથી ટ્રેનની સાંકળ ખેંચી ટ્રેન ઊભી રખાવી અને ટિકિટ ચેકર જોડે મગજમારી પણ કરી કે આ કારણ સર ટ્રેનની સાંકળ ન ખેંચાય.

અંધારી રાતમાં ઉજ્જડ રેલવે ટ્રેક પર મોબાઈલ પાછો મળવાની નહિવત સંભાવના સાથે એણે ગાડીની ઉંધી દિશામાં ચાલવા માંડ્યું. 

નસીબજોગે મોબાઈલ મળ્યો તો ખરો પણ ચૂરે ચુરા થઈ ગયેલા સ્ક્રીનનાં.

આટલી મોડી રાતે હવે પાછા વળવાનો પ્રશ્ન ઊભો થયો. ત્યાં જ દૂર એક ખેતર બાજુથી સ્કૂટરનો અવાજ આવતા નિરાંત અનુભવતા એ બાજુ ડોટ મૂકી અને ભગવાનના એ માણસે એને બસ સ્ટેન્ડ સુધી પહોંચતો કર્યો અને થર્મોસમાંથી ચા પણ પાયો અને એની આખી વાત પણ સાંભળી.

જતા જતા જ્યારે ટિકિટના પૈસા છે કે કેમ એમ પૂછતાં એની જોડે દિલનું મોબાઈલ કન્નેકશન જોડાઈ ગયું.


Rate this content
Log in