ગરમ રોટલી
ગરમ રોટલી
1 min
29.4K
લગ્ન પછીની પહેલી સવારે પ્રભુતામાં પગલા પાડી સૌ માટે જમવાનું બનાવીને બધાને ગરમા ગરમ રોટલી કરી આપતી મૈથિલીનાં મનમાં એકલતા સાલી રહી હતી.
મમ્મીનાં હાથની ગરમાગરમ રોટલી ખાવા ટેવાયેલી આજે એ મમ્મીને યાદ કરી એની ઉણપ અનુભવતી હતી. અને થયું હવે તો બધાં જમીલે પછી મમ્મીની જેમ છેલ્લે જમવાની આદત પાડવી પડશે. ત્યાં જ સાસુએ મોટા સાદે કહ્યું, "બેટા, બધા એ જમી લીધું, ચાલો આપણે જમી લઈએ !" એની એકલતા હરખ બની આંખોમાંથી વહી ગઈ...
