STORYMIRROR

Payal Sangani

Children Stories Crime Inspirational

4  

Payal Sangani

Children Stories Crime Inspirational

તકરાર

તકરાર

3 mins
377

  "બસ હવે બહુ થયું ! હું આ ઘરમાં નહિ રહું !" કહેતી રિના પોતાની બેગ ભરી રહી હતી. 

"હા તો જા....ચાલી જા ! આમ પણ તે ક્યારેય મને સમજ્યો જ નથી!" વિવેકે પણ ગુસ્સો ઉતાર્યો. 

"મેં તને સમજ્યો નથી ?" ભ્રમણો ચડાવતી રિના તેને જોઈ રહી. "અરે આજ સુધી ક્યારેય તે મને સમજી છે ? શુ કમી રહી ગઈ હતી મારા પ્રેમમાં મેં તને આવો તો નહતો ધાર્યો ! તું હંમેશા બીઝી હોવાનું નાટક કરતો રહ્યો. ક્યારેય મને જાણી જ નહીં. હું શું ચાહું છું ? મારા સપનાઓ શુ છે ? તે ક્યારેય મને મારા શોખ વિશે પૂછ્યું પણ નથી વિવેક !" 

"તારા શોખ તો ક્યારેય પુરા થવાના જ નથી ! મેં જે કર્યું એ એકદમ યોગ્ય જ કર્યું છે. અરે ઘર ચલાવવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે ખબર પણ છે ? પણ ઘરે રહીને તું તો શું જાણવાની હતી ?" વિવેકે કટાક્ષ કર્યો. જે સીધો રીનાના દિલમાં વાગ્યો. તેણી પાસે કોઈજ પ્રત્યુત્તર નહતો. આખરે તે એક હાઉસવાઈફ જો હતી. હાઉસવાઈફને શુ કામ હોય ? ઘરે જ તો રહેવાનું હોય છે ! 

ઘર સંભાળવું, સવારે વહેલું ઉઠીને કપડાં ધોવા, પતિને ટિફિન કરી દેવું, બાળકને ઉઠાડીને તૈયાર કરવા, સ્કૂલે મોકલવા, એમનું હોમવર્ક ચેક કરવું, બધાને ભાવતી ન ભાવતી વાનગીઓનું ધ્યાન રાખવું. બસ એજ તો બધું હોય છે ! આખરે પોતાના અસ્તિત્વ પર થયેલા આ ધારદાર સવાલનો સામનો એ કઈ રીતેથી કરી શકતી હતી ! સામે કોઈ જવાબ ન આપવો જ યોગ્ય લાગ્યો તેને.

આ બધી તકરાર ખૂણામાં ઉભેલો નાનો આરવ ખૂબજ માસુમિયતથી જોઈ રહ્યો હતો. રોજે જેના તોફાનથી ઘર ગુંજતું હોય આજે તે ચૂપ હતો. અને ચાલી રહેલ ગંભીર ઝઘડાને જોતો ડુસકા લઈ રહ્યો હતો. પણ તેં માસુમના ડુસકા કોઈ નહતું સાંભળી રહ્યું !

રિના અને વિવેકે લવ મેરેજ કર્યા હતા. આઠ વર્ષના આ લગ્નજીવનમાં એમને સાડા છ વર્ષનો આરવ હતો. ઘરની જવાબદારી, ખર્ચાઓ, હોસ્પીટલના બીલ્સ, ઘર, લાઈટ્સ બિલ ને કેટકેટલાય જરૂરી સગવડોના ખર્ચાઓએ વિવેકને માથે બોજ લાવી દીધો હતો.  રોજે થતી નાની- નાની માથાકૂટ અને તકરાર હવે ઘર કંકાસમાં ફેરવાઈ રહી હતી. શરૂઆતમાં તો રિના પણ જોબ કરીને ઘર ખર્ચો કાઢી લેતી. પણ જ્યારથી આરવ જન્મ્યો ત્યારથી એ ઘરમાં જ વ્યસ્ત થઈ ગઈ. આ બધામાં તેના સપનાઓ ક્યાંક ગૂંગળાઈ ગયા હતા.

પૈસાની ખેંચ તો પડવાની જ હતી. કંપનીમાં જોબ કરતા વિવેકને માંડ પચીસ હજારની સેલેરી હતી. ખર્ચાઓ સામે ફક્ત એટલી જ સેલેરી પરવડતી નહતી. પ્રમોશન મળે અને સેલેરી પણ વધે એવા ચક્કરમાં વિવેકે બોસની વાઈફ સાથે સબંધ બનાવ્યા. જોકે વિવેક દેખાવે ખુબજ આકર્ષક હતો. એટલે જ એ બોસની વાઈફની નજરમાં આસાનીથી વસી ગયો. 

શરુઆતમાં તો વિવેકને ખૂબ પછતાવો થતો કે એ રીના સાથે દગો કરી રહ્યો છે. પણ જેમ જેમ તેનો પગાર વધતો ગયો એમ એમ તેને એવા વિચારો આવવાનું બંધ થઈ ગયું. એને લાગતું કે તે જે કરી રહ્યો છે એમાં કંઈજ ખોટું નથી. પૈસા કમાવવા બધું કરવું પડે!

આખરે રીનાને આ વતની જાણ થઈ ગઈ. વિવેકના ક્લિગે તેને બધી સચ્ચાઈ જણાવી દીધી. છતાં એ માનવા તૈયાર નહતી. પણ જ્યારે પોતાની આંખે એણે વિવેકને તેના બોસની પત્ની સાથે જોયો તો એના હોંશ ઉડી ગયા. એને ખુબજ આઘાત લાગ્યો. 

પહેલી વખત એને પોતાના માતા પિતાની વાત સાચી લાગી હતી. પહેલી વાર લવમેરેજ કરવાનો તેને પછતાવો થઈ આવ્યો. પણ હવે શું કરે ? જે થવાનું હતું એ તો થઈ જ ગયું ! વિવેકે તેનો વિશ્વાસ તોડી નાંખ્યો હતો. ક્યારેય એ વિચારી પણ નહતી શકતી કે વિવેક એવું પણ કરી શકે !

આખરે તેણીએ ઘર છોડીને જવાનો નિર્ણય કરી લીધો. રોજ રોજના ઝઘડાઓ કરતા પણ આ આઘાત વધુ પીડાદાયક હતો. એને આરવની ચિંતા હતી. એટલે જ એણે અરવને પોતાની સાથે લઈ જવાનું જ વિચાર્યું. તેનો હાથ પકડીને એ બહાર જવા લાગી.આરવ તેની મમ્મીની પાછળ ધરાર ખેંચાઈ જતો હતો. એમને સ્થિર નજરે જોતા વિવેકે તેને એક વખત પણ ન રોક્યા. 

આરવ ચિલ્લાઈ રહ્યો હતો કે, "મારે ક્યાંય નથી જવું. મારે તમારી બેયની સાથે રહેવું છે! પપ્પા.....પપ્પા સમજાવોને મમ્મીને......મમ્મી.....રોકાઈ જાવ ને "

પણ અફસોસ કે ન કોઈએ આરવના રડવાના ડુસકા સાંભળ્યા કે ન જ તેની દર્દભરી આજીજી !


Rate this content
Log in