STORYMIRROR

Hetal Patel

Children Stories Others Children

4  

Hetal Patel

Children Stories Others Children

સરપ્રાઇઝ

સરપ્રાઇઝ

2 mins
262

3જૂન,2020 ના મારા એ જન્મદિવસને કેવી રીતે ભૂલી શકાય ?

આમ તો દર વખતની જેમ આ જન્મદિવસ પણ સામાન્ય જ હતો. એ જ રૂટિનમુજબ ઊઠીને પરવારીને બહાર બધું બંધ હોવાથી ઘરના જ મંદિરમાં પ્રભુનો આવુ સુંદર જીવન આપવા માટે આભાર વ્યક્ત કર્યો.

પરિવારજનોની શુભેચ્છાઓની સાથે સોશિયલ મીડિયા પર પણ શુભેચ્છાઓનો વરસાદ ચાલુ જ હતો.જે નજીક ના હતા એમના ફોન આવ્યા કોઈએ સંદેશ મોકલ્યા..

આ બધામાં પણ મન મારુ થોડું ઉદાસ તો હતુંજ. આમ તો જૂનમાં જન્મદિવસ આવે એટલે વેકેશન જ હોય એટલે આમ પણ હું ઘરે જ હોઉં. છતાં શાળા ખુલતા જ મારા બાળકો મારો જન્મદિવસની ઉજવણી જરૂર કરતાં.

કોરોનામાં લોકડાઉન ને કારણે ક્યાંય બહાર નીકળવાનું નહીં.જે કામ હોય એ 12 વાગ્યા પહેલા પતાવી પાછા ઘરમાં પુરાઈ જવાનું. કેવો સમય આવ્યો હતો હે.? જે વ્યક્તિ ઘરમાં ટકતી જ ન હતી એના પગ આજે ઘર સિવાય ક્યાંય જતા જ નતા.

ઘણા વિધાર્થીઓ કે જેમને મારો જન્મદિવસ યાદ હતો એમના ફોન આવ્યા.આનંદ થયો.અને સ્ત્રી સહજ ઘરકામમાં પરોવાઈ ગઈ.

ટ્રીન ટ્રીન....ફોન ની રિંગ વાગી...

સમય સાંજે 5 વાગ્યા જેવો હતો. મેં ફોન ઉપાડ્યો.

હેલ્લો...

ટીચર હેપ્પી બર્થડે...હું ઇશાંત...

હા બેટા..થેંક યુ

આભાર તારો.મને વિશ કરવા માટે...પછી એ એક જ ફોન પરથી બીજા બાળકો એ પણ શુભેચ્છાઓ આપી..

ફોન મૂકી હું આરામથી સોફા પર બેઠી.

સાંજે 6 વાગ્યાની આસપાસ એક રીક્ષા ઘરની બહાર આવી ને ઊભી.એક તો લોકડાઉન એટલે મારી સાથે મારી લાઇનના બધા જોવા નીકળ્યા કે આ વળી કોણ આવ્યું. બહાર વાહન વ્યવહાર બંધ હતો.અમુક લોકો પોતાના વાહનો દ્વારા કામ હોઈ તો નીકળી શકતા.

એક એક કરી રીક્ષામાંથી મારા 11 વિધાર્થીઓ નીકળ્યા.ઓ બાપરે.?

ઘરમાં આવતા જ મને પગે લાગી મને બર્થડે વિશ કર્યું. હું તો હજુ અવાક જ.

પાણી આપી બેસાડી પૂછ્યું, કેવી રીતે આવ્યા ? પોલીસ એ પકડ્યા નઈ ? રીક્ષા ક્યાંથી મળી ? ....આટલા બધા સવાલો એકસાથે બોલી ગઈ..

ઇશાંત એ કહ્યું ટીચર આ હર્ષના પપ્પા છે એમની પોતાની રીક્ષા છે અને અમે બધા એમને ભાડું આપી ને તમને મળવા આવ્યા છીએ. આંખમાં આંસુ સાથે બાળકો એ લાવેલ કેક કાપી.અમારું શાળાનું જન્મદિવસનું ગીત ગાયું.

અને એમને માત્ર ડેરી ખુલ્લી હોવાથી ત્યાં મળતી ફ્રુટી લાવીને પીવડાવી....

અડધો જ કલાકમાં જલ્દી આ બધું પતાવી મેં એમને કરફ્યુ શરૂ થાય એ પહેલાં હર્ષના પપ્પાની નિગરાનીમાં પાછા ગામ મોકલી આપ્યા...

જતા જતા મારાથી પૂછાઈ ગયું કે તમને કોઈ એ રોક્યા નઈ ? આટલા બધા રીક્ષામાં આવ્યા તો ?

જે જવાબ મળ્યો....ઇશાંત એ કહ્યું કે પોલીસે અમને રોક્યા હતા. હર્ષએ ધીરેથી કેક બતાવી કહ્યું કે

" નજીક માં જ અમારા ટીચર રહે છે અને આજે એમનો જન્મદિવસ છે. એમણે અમારા બધાના જન્મદિવસ શાળામાં ખૂબ ધૂમધામથી ઉજવ્યા છે. અમારે એમને બસ મળવું જ છે. મળીને જલ્દી આવતા રહીશું".અને લોકડાઉનમાં બહાર નીકળેલા લોકો ને દોડાવતા એ પોલીસે એમને મારા ઘરે આવવા દીધા.

#traveldiaries


Rate this content
Log in