સાધના-૪
સાધના-૪
પંખીઓના કલરવ સાથે જ સવાર પડ્યું, વિવિધ ભારતીના મુંબઈકેન્દ્ર પરથી જુના હિન્દી ફિલ્મોના કર્ણપ્રિય ગીતો વાગી રહ્યા હતા. સાધના પોતાના નિત્યક્રમ પતાવીને બહેનને ઘર કામમાં મદદ કરવા લાગી હતી ત્યાજ અચાનક ડોરબેલ વાગી સાધના એ દરવાજો ઉઘાડ્યો, ત્યાંજ નજર સામે. ભરતને જોતા અચરજમાં પડી, આવો, કહીને તે અંદરજ જતી રહી. સાધનાના પપ્પા આવ્યા,
"કેમ છો ?" "હા સારું"
“આ, તો હું કોલેજ જવા નીકળ્યો તેથી આપને મળતો જાઉં, કઈ કામકાજ હોય તો હું કોલેજે નહી જાવ, પૂછવા માટે પપ્પા એ મોકલ્યો" થોડા અચકાતા ભરત બોલ્યો.
”ના ના, તમે તમારે કોલેજ જાવ કઈ કામકાજ નથી હો !” વિનુભાઈ બોલ્યા. "અમે હમણાંજ વેવાઈને મળવા જવા ના જ હતા. હવે થોડા મોડા જશું સાધના પણ આવશેને માટે."
"સારું" ભરત બોલ્યો, સાધના તેમના માટે લીંબુનું સરબત બનાવીને આપી ગઈ. તે હળવે હળવે પીવા લાગ્યો. થોડીવાર બાદ બધાને આવજો કહીને તે ત્યાંથી નીકળ્યો. અડધે રસ્તે પોહોચ્યો તો તેને થયું કે હું ઘરે પાછો જતો રહું. આજે તેનું મન ક્યાય લાગતું ન હતું. અને તે ઘર તરફ વળી ગયો. ઘરે પોહોચતા જ રેખા બોલી,
“અરે,મમ્મી, આ જો ભાઈ તો આવી ગયો !" બધાને આશ્ચર્ય થયુ. મમ્મી બોલી,
”કેમ,બેટા ? આજે રજા છે ?"
"હા મમ્મી, કોઈ એ રસ્તામાં જ સમાચાર આપ્યા"
“સારું, ત્યારે હમણાં જ વેવાઈ ને સાધના આપણી ઘરે આવવાના છે, તું છો તો તે લોકો ને પણ સારું લાગશે". ત્યાંજ સાધના તેના બાપુ અને બહેન સાથે આવી પોહોચી. ફરી બંનેની આંખો મળી. ખુબ ગમ્યું બધા વાતો કરવા લાગ્યા. ત્યાજ કૈલાશબેન બોલ્યા કે,
"અમે માર્ચ મહિનામાં દેશમાં આવવાના છીએ, તો અનુકુળ મુહુર્ત જોવડાવીને સગાઇ કરી લેશું ?" વિનુભાઈ બોલ્યા સારું,
"હું, દીકરાઓ સાથે વાત કરી આપને જણાવીશ. ઔપચારિક વાતો પતાવીને બધા છુટા પડ્યા. સાંજના સાડા પાંચની તે લોકોની ગાડી હતી, તેથી ભરત સ્ટેશન પર આવી જશે.આવું નક્કી થયું.
ભરતના ગયા પછી સાધનાને એમ લાગ્યું કે તેના તનમાંથી જાણે પ્રાણ જ ઉડી ગયા, કામકાજ પતાવતા જ ચાર વાગી ગયા. હવે તે લોકોને નીકળવાનો સમય થઇ ગયો. બધો સમાન લઇને નીચે ઉતર્યા ત્યાંજ ભરત ટેક્ષી લઈને આવી પોહોચ્યો. બધા ટેક્ષીમાં ગોઠવાયા. સાધનાનું મોઢું ઉદાસ દેખાઈ આવતું હતું . છતાં પણ બહેન સાથે બિનજરૂરી વાતો કરતી હતી. તેને જવાની ઈચ્છા જરા પણ નહતી, પણ આજે તો જવું પડે તેમ જ હતું. ત્યાંજ ગાડી આવવાની સુચના આપવામાં આવી. થોડીવારમાં જ મેઈલ આવી પોહોચશે. ભરત વાતો કરતા કરતા આડી નજરોથી સાધનાની સામે જોઈ રહ્યો હતો. આ ઘડી બહુ વસમી લગતી હતી બંનેને.
ત્યાં જ ગાડી આવી પોહોચી, ભરત ફરી વાર સાધનાના બાપુને પગે લાગ્યો. અને આવજો કહીને સામાન ગોઠવવામાં મદદ કરવા લાગ્યો. સામાન ગોઠવી ફટાફટ તે બારી પાસે પોહોચી ગયો. ત્યાં સાધના બેઠી હતી. તેને આંખોના ઈશારે જ સાધનાને કહી દીધું કે, "પહોચતા વેંત મને પત્ર લખજે." અને ગાડીનો પાવો વાગ્યો. ગાડી ધીમે ધીમે ચાલવા લાગી. સાધનાના ધબકારા પુરજોશમાં ચાલતા હતા તેને થયું કે હું ઉતરી જાઉં, પણ એક ધીમા નિસાસા સાથે મર્યાદાની દેવી બનીને તે બેસી રહી. ભરત ગાડીને પ્લેટફોર્મ છોડ્યા પછી પણ જોઈ રહ્યો હતો.
(ક્રમશ)

