Vishwadeep Barad

Others Tragedy

3  

Vishwadeep Barad

Others Tragedy

દિવાળી અભિશ્રાપ બની ગઈ !

દિવાળી અભિશ્રાપ બની ગઈ !

7 mins
14.9K


ચાંદ તને જોઈ શરમાય જાય,

સોળેકળએ રુપ તારુ ખિલ્યું છે,

જોઈ તને મન પાગલ થઈ જાય.

‘બસ કર ભાવિન, તારે શું જોઈએ છે ?’

‘તારા આવા સુંદર વખાણ કર્યા તોય તું …’

‘ભાવિન, જ્યારે જ્યારે તું મારા વખાણ કરે છે ત્યારે મને લાગે છે કે તું બહુંજ રોમેન્ટિક મુડમાં…’

‘યાર… તારી જેવી રુપાળી સ્ત્રી મળે ને હું રોમેન્ટિક ન થાઉ તો…એ શક્યજ નથી. ચાંદની પોતાનું રૂપ કળશ ભરી ભરી ઢોળતી હોય અને હું ખોબે ભરી પિઉં નહી. હું નિષ્ક્રીય પતિ કહેવાઉ.’

‘વાહ ! વાહ..કવિજી, આવી મીઠી મધુરી વાત કરી મને પિગળાવવા માગો છે.’

‘હની, વિકેન્ડ છે. રજામાં મજા તો કરવીજ જોઈએ ને ? મારા હ્ર્દયની રાણી.. મીસ શ્રેયા… એક સુંદર પળમાં ખોવાઈ જઈએ !'

'ઑકે, તારી જીત થઈ.'

ભાવિનને દસ વર્ષ પહેલાં ગુજરાતી સમાજની દિવાળી પાર્ટીમાં મળી હતી અને પહેલી નજરમાં નયનમાંથી તસ્વીર સીધી હ્ર્દયમાં ઉતરી ગઈ. એક પ્રેમાળ પતિ, એક જીગરી દોસ્ત, સ્ત્રીના જીવનમાં જીવનસાથી બની આવે તો સ્ત્રીનું જીવન ધન્ય બની જાય. હું કેટલી નસીબવંતી છું. એજ ફળશ્રુતી રુપે પ્રિયા અમારી દીકરી પરી સ્વરૂપે જીવનબાગમાં આવી. અમારું જીવન ધન્ય ધન્ય બની ગયું.

ભાવિન ભારતમાં જન્મ્યો છે. પરંતુ ત્રણ વર્ષની નાની ઉંમરે તેના મા-બાપ સાથે અમેરિકા આવી ગયેલ અને કોમ્પુટર સાયન્સમાં ડીગ્રી અને એમ.બી.એ. કરી આઈ.બી.એમ. કંપનીમાં મેનેજર તરીકે જોબ કરે છે. અમો બન્ને લગ્નબાદ ઓસ્ટીન ટેક્ષાસમાં સ્થાઈ થયા. મેં સી.પી.એ ડીગ્રી પ્રાપ્ત કરી ચીફ-એકાઉન્ટન્ટ તરિકે હોસ્પિટલમાં જોબ કરતી હતી. અમો બન્ને આર્થિક રીતે ઘણાં સુખી હતાં. અમારું બે માળનું પાંચ બેડરૂમનું મકાન તળાવના કિનારે હતું. જેમાં મારા માતા-પિતા સમાન સાસુ-સસરા માટે નીચે બેડરૂમ અને એટેચ ગરાજ અને ફૂલ-બાથરૂમ કરાવેલ જેથી મોટી ઉંમરે દાદરા ચડવા ના પડે.

ભાવિનના માતા-પિતા મને દીકરી તરીકે જ પ્રેમ-ભાવ આપતાં. મારા મમ્મી-ડેડીને હું અવાર-નવાર આર્થિક રીતે મદદ કરતી ત્યારે ભાવિન કહેતોઃ

‘શ્રેયા,તારા મમ્મી-ડેડી માટે પણ આપણે આપણાં ઘરની નજીક બે-બેડરૂમનું મકાન બંધાવી લઈએ જેથી એ નિવૄત થાય ત્યારે આપણે તેમનું ધ્યાન પણ રાખી શકીએ’. આવા ઉમદા વિચાર એક પ્રેમાળ પતિમાં આવે એ પત્નિનું જીવન સ્વર્ગમય બની જાય!

‘શ્રેયા, દિવાળી નજીક આવી રહી છે. આ વખતે આપણે બન્ને એક સુંદર પાર્ટીનું આયોજન કરીએ’

‘ભાવિન, તને ખબર છે કે મારે બેબી નવેમ્બરમાં ડ્યુ છે અને મારાથી હવે બહું બોજો ઉઠાવી નથી શકાતો. આપણાં ગ્રૂપમાં આપણેજ હંમેશા દિવાળીની પાર્ટીનું આયોજન કરતાં હોઇએ છીએ તો આ વખતે કોઈ બીજા મિત્રને તક આપીએ.’

”હની, તને આ વખતે કશી જવાબદારી નહી આપું હું અને મુકેશ બન્ને સાથે મળી પાર્ટીનું આયોજન કરીશું.’

‘ઑકે…બાબા. મને ખબર છે તને હંમેશા આ જવાબદીરી લેવી ગમે છે.’ ‘શ્રેયા,બસ તું હસતી રહે અને આપણાં બેબી-બોય માટે પણ સારું કહેવાય. વાતનો દોર બદલતા ભાવિન બોલ્યો.

‘શ્રેયા,પ્રિયાનું નામ તે સિલેકટ કર્યું આ વખતે હું બેબી-બોયનું નામ સિલેકટ કરીશ.'

'હા બોલ..તે શું નામ પસંદ કર્યું છે ?’

‘ભાવેશ….ભાવિન..ભાવેશ..ભ…ભ એકજ રાશી.’

‘વાહ.. મને પણ આ નામ ગમ્યુ.’

‘હની ભાવેશ ને જોવા હવે અધુરો થઈ ગયો છું. શ્રેયા, હું બહુજ ખુશ છું. ઉપરવાળાની દયા-પ્રેમ સદા રહ્યો છે. એક બેબી અને એક બાબો બસ હવે અહીં ફેમીલીની મર્યાદા બાંધી લેવાનું નક્કી કર્યું.'

અમારા ગ્રુપમાં પચ્ચીસ ફેમિલી છે અને તેના માટે નાનો એવો હોલ, ઉપરાંત પાર્ટી માટે ફુડ, સોફ્ટ ડ્રીન્કસ, હાર્ડ લીકર ,પેપર પ્લેટ્સ, એપેટાઈઝર, ઘણી બધી વસ્તુંનું ધ્યાન આપવાનું હોય છે પણ ભાવિનને શોખ અને ઉમળકો બન્ને છે. તેને પાર્ટી કરવી બહુંજ ગમે. મને પણ એવુંજ છે. અમારા ગ્રુપમાં સૌ ભાવિનના વખાણ કરતાં થાકે નહી.

સમય, સ્થળ અને ફુડ નક્કી થયાં અને દરેક વ્યકતિ દીઠ ૧૫ ડોલર્સનો ખર્ચ આવે એ ગણત્રી સાથે દિવાળીના આગલા વિકેન્ડમાં દિવાળી પાર્ટી ઉજવવાનું નક્કી કર્યું, સૌ મિત્રોને ઈ-મેલ કરી વિગત આપી અને આર.એસ.વી.પી પાર્ટી પહેલાંના અઠવાડિયા જાણ કરવાં જણાવ્યું. ટોટલ મિત્રો અને બાળકો સાથે ૬૦ માણસોની ગણત્રી થઈ. અમારા ગ્રુપમાં ભોજન બાદ અંતાકક્ષ્રરી, જોક્સ તેમજ એક બે મિત્રો સુન્દર ગાય છે તેના ગીતો રાત્રીના એક વાગ્યા સુધી ચાલે.

‘શ્રેયા, પાર્ટીનો સમય સાંજે સાત વાગ્યાનો છે પણ આપણે મોડામાં મોડું પાંચ વાગે તો પહોંચવું જોઈએ.’

‘ભાવિન બરાબર છે પણ આ વખતે.’

‘હા.તું આરામ કરજે બસ હું બીજા મિત્રોને પણ વહેલા બોલાવી લઈશ જેથી કામમાં મદદ કરી શકે.’

‘ભાવિન.હું તને હંમેશા ચાહુંછુ…હું પણ..

‘શ્રેયાભાભીને સારા દિવસો હોવા છતાં તમો બન્ને એ ખુબજ મહેનત કરી આ પાર્ટીનું આયોજન કર્યું છે. તેના માટે સૌ મિત્રો આપનો આભાર વ્યકત કરે છે.' મુકેશભાઈએ સૌની વચ્ચે આવી કહ્યું. સૌ તેમને તાળીઓથી વધાવી લો. સૌ એ આભાર, હેપી દિવાળી’ કહી એક પછી એક રાત્રીના એક વાગે છૂટા પડ્યા. અમો અને બે-ત્રણ મિત્રોને બધું સમેટતા બે વાગી ગયાં. હોલથી અમારું ઘર ૧૦ માઈલ છે. મેં ભાવિનને કહ્યું.

‘ભાવિન, તે ડ્રીન્ક લીધું છે તો કાર હું ચલાવી લઉં છું. નાના હની, પ્રિયા સુઈ ગઈ છે. હની, તને નવમો મહિનો બેસી ગયો છે અને હું તને આ કાર ચલાવાનો ખોટો બોજો આપવા માંગતો નથી તું પાછળની સીટમાં પ્રિયાની બાજુંમાં બેસી કાર સીટમાં તેણીને સુવાડી દે. હું એને ઉંચકી કારમાં લઈ જાઉ છું.’

‘પણ ભાવિન, તે બે-ત્રણ ડ્રીન્ક લીધા છે અને મને ચિંતા થાય છે.’ ‘હની..મને કશી ચડી નથી. હું ઓ કે છું.’

રાત્રીનો સમય હતો અને આગળ દલીલ કરવાનો કોઈ અર્થ મને લાગ્યો નહી. આમેય ભાવિન મને કદી પણ રાત્રીના ડ્રાઈવ કરવા દેતો નથી. ઘર બહું દૂર નહોતું અને ભાવિન આમેય બહુંજ કેરફુલ ડ્રાઇવર છે. એને કદી પણ ટ્રાફિક ટીકીટ મળી નથી.

૨૯૦ હાઈવે પરથી ૩૫ નોર્થ લઈ રોકફર્ડ માટે બીજી એક્ઝીટ લઈ ફીડર રોડ પર જઈ રહ્યાં હતાં. અચાનક ભાવિનને જોકું આવી ગયું કે શું થયુ ? કશી ખબર ના પડી. સામેથી આવતા એક મોટા પિકઅપ સાથે…મારાથી ચીસ પડાઈ ગઈ. ’ભાવિન’….ભાવિનનો પણ ‘શ્રેયા’નો છેલ્લો અવાજ..બસ પછી શું થયું તેનો કશો મને ખ્યાલ નથી…

હોસ્પિટલમાં જેવી જાગી ત્યારે ખબર પડી કે પ્રિયા કાર સીટના બેલ્ટને લીધે સંપૂર્ણ સલામત હતી અને મને તાત્કાલિક Cesarean (પેટ-ચીરી)ને બેબી-બોય-ભાવેશનો જન્મ આપ્યો. અમને હેલિકૉપટરમાં હોસ્પિટલામાં લાવવામાં આવ્યા હતાં.મેં ભાવેશને મારી બાજુમાં લીધો અને તુરતજ સવાલ કર્યોઃ 'મારા પતિ ક્યાં છે ? એ બરાબર તો છે ને ?'

'એ બીજા રૂમમાં છે. એમને કોઈ વાંધો નહી આવે. મને બેઠો માર ઉપરાંત સિઝિરિયન એટલે નબળાઈ અને દર્દ ઘણું હતું. મારા સાસું સસરા સૌ ભાવિન સાથે હતાં. મારી ચિંતા વધવા લાગી. મેં ડોકટરને વિનંતી કરી કે મને સાચું કહો. ડૉ. સ્મિથે મને કહ્યું કે ડૉ.પેટરસન તમને સાચી હકિકત કહી શકશે.એ તમારા પતિની સારવાર કરે છે.

બેબી બોય ભાવેશની ખુશાલી જાણે એક ચક્રવ્યુંમાં ફસાઈ ગઈ હતી. ભાવિનજ મને એ ચક્રવ્યું માંથી બહાર લાવી ખુશીના રંગોથી રંગી શકે. બે કલાક બાદ ડો.પેટરસન આવ્યા..કહ્યું.’તમારા પતિને બહુંજ વાગ્યું છે. અત્યારે એ બેભાન અવસ્થામાં છે. એકદમ ખરાબ પરિસ્થિતીમાં છે. સારું થઈ જાય એવી આશા રાખીએ.' આવા સમાચારથી મારું મગજ ભમવા લાગ્યુ, એક સાથે હજારો ખરાબ વિચારોનો હુમલો એકી સાથે થવા લાગ્યો .શું કરીશ ? સ્વર્ગ જેવી જિંદગીએ અચાનક રંગ બદલી નાંખ્યો ! મને વ્હીલચેરમાં ભાવિનના રૂમમાં જોવા લઈ ગયાં. ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મોઢા પર, માથામાં ચારે બાજું એટલી બધી પટ્ટી તેમજ પ્લાસ્ટિક ભુંગળીઓ હતી કે એનો ચહેરો પણ જોઈ ના શકી. નિરાધાર સાસુ-સસરા મૌન બની આંસુની ધારામાં ગરકાવ હતાં. મને નર્સ તુરત મારા રૂમમાં લઈ ગઈ. સૌ મિત્રો પણ ત્યાં ઉભાપગે હાજર હતાં. પ્રિયાને કારસીટને લીધે કશું વાગ્યું નહોતું અને પ્રિયાને મારી બહેનપણી શિલા તેના ઘેરે લઈ ગઈ હતી.

ચાર દિવસ પછી મને રજા આપી. ભાવિન હજું બેભાન અવસ્થામાં જ હતો. ડૉ.પેટરસને મને પોતાની ઓફીસમાં બોલાવી. હું અને સાસુ-સસરા અને એક મિત્ર સૌ સાથે ગયાં. ‘મને કહેતાં દુઃખ થાય છે કે આપના પતિ બેભાન અવસ્થામાંથી કદી પણ બહાર આવી શકશે નહી. મગજ મૃત્યુ અવસ્થામાં છે. અત્યારે દવા અને લાઈફ-સપોર્ટથી જીવી રહ્યો છે. તમે જે નક્કી કરો એ મને તાત્કાલિક જાણ કરશો.

દુઃખ આવે છે ત્યારે એની તાત્કાલિક કોઈ દવા હોતી નથી. ’ભાવેશને જોવા ભાવિનને અધુરાઈ આવી ગઈ હતી. કેટલો આનંદીત હતો ? હું ભાવેશ આવશે તો આમ કરીશ ..તેમ કરીશ... કેટલાં સ્વપ્ના સેવ્યા હતાં ? શું મારે ભાવિનની જિંદગી નક્કી કરવાની ? આવા સારા દિવાળીના દિવસોમાં આમ કેમ બની ગયું ! દિવાળીનો ઉત્સાહ કેમ શ્રાપ બની ગયો ? સાસુ-સસરા એટલા ઢીલા પડી ગયાં હતાં કે એક શબ્દ બોલવા કે સલાહ આપવા શક્તિમાન નહોતા.. ગાંડા.. ગાંડા જેવા થઈ ગયાં હતાં…

જીવાડુ..તો એ રિબાતો રહેશે..એને તો કશી ખબર નહી પડે.. આ જીવતા મૃત્યુ દેહને ઘરમાં રાખું ? જો જીવનદોર ખેચી લઉ તો…મારી જાતને ધિક્કારીશ..મારી જાતને હંમેશા દોષિત ગણીશ…મુઝવણમાં મુકાઈ ગઈ છું..હું શું કરૂ ?


Rate this content
Log in