રચનાઓ મીના શાહની

Others

2  

રચનાઓ મીના શાહની

Others

અક્ષત

અક્ષત

1 min
58


મીરા સજીધજીને તૈયાર થઈ ગઈ. આજે નવા ઘરમાં પૂજા હતી. દસ વર્ષ નાનકડી રૂમમાં સંયુક્ત કુટુંબમાં રહ્યા બાદ પતિએ આ ફ્લેટ લીધો હતો. 

ગોર મહારાજે બૂમ પાડી, "અક્ષત લાવજો, સાથે કંકુ પણ આપજો."

મીરા દોડીને ચોખા લઈ આવી. ત્યાં જ ગોર મહારાજ બોલી ઉઠ્યા, "બહેન આવા ટુકડા ચોખા ના ચાલે. અક્ષત જોઈએ. અક્ષત એટલે આખા ચોખા."

દાદી સાસુ બરાડી ઉઠ્યા, "મીરા તું રહેવા દે. નાની વહુને કહે. તને શું ખબર પડે ? નાનીને દિકરો છે. તું ક્યાં અક્ષતા છે. બે વાર તો કસુવાવડ થઈ છે."

મીરા સજળ નેત્રે ચોખાને અને ખુદને જોઈ રહી. અક્ષત નો અર્થ સમજાઈ ગયો. 


Rate this content
Log in