Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandhya Chaudhari

Others Romance Tragedy

2  

Sandhya Chaudhari

Others Romance Tragedy

યાદોનો સ્પર્શ

યાદોનો સ્પર્શ

3 mins
340


મળી આવી છે ડાયરીના પાના વચ્ચેથી

રંગહીન પત્તા સહિતની જે ક્યારેક હતી લીલીછમ

એવી એક યાદોની ડાળખી !

ફરીથી એ યાદો લીલીછમ થવા

ઝંખે છે તારા મુલાયમ સ્પર્શને !


અને આજે યાદોની એક લહેરખી આવી

મને ફરીથી જીવવા કહી ગઈ

શું સમજાવું ? અને કેવી રીતના કહું હું એને કે

હું તો જીવી ચુકી તે હરેક પળ મારી ભીતર

એના હોવાના અહેસાસ સાથે

બહાર તો ફક્ત શ્વાસ જ ચાલી રહ્યા છે

દુનિયાની,સમાજની ફરજો નિભાવવા માટે


એમની પહેલી નજરની પહેલી મુલાકાત યાદ આવી.

હજારોની ભીડ ચીરીને

એ નજર એ એક નજર

એ જ નજર ક્ષણાર્ધમાં

ક્ષણાર્ધ માટે જ મને વીંધી ગઈ

આ નજર મારી નજરમાં

એમની એમ જ અકબંધ લઈને

સદીઓથી હું ત્યાં જ ઉભી હતી

કદાચ સદીઓ સુધી ત્યાં જ ઉભી રહી


મારી એક ઝલક જોવા માટે તેમનું ત્યાંથી પસાર થવુ.

ચકમો આપતી ગઈ અમને એમની જાદુ ભરેલી નજર,

અમે એના જોવાની અદા ને જોતા જ રહી ગયા !


પછી તો એકબીજા સાથે દરરોજ મોડે સુધી વાત કરવી...

પણ આ શું ? કંઈક એવું બન્યું કે

આ સુખ ક્ષણિક બની ગયું

આશા પર નિરાશાના વાદળો ફરી વળ્યા

ઝાંઝવાના જળ તો ન હતાં તમે ?

ક્ષિતિજ જ હતી એ ? શું હતું એ ?

ના સમજાયું કંઈ પણ કેમ આમ ?

એની સ્પષ્ટતા તો કરી હોત !

પ્રશ્નાર્થ જ બની ગયા તમે


અમે તમને પામી ન શક્યા

મુદતોથી ચાહવા છતા

અને કોઈએ તમને પોતાના બનાવી લીધા

થોડી રસ્મો નિભાવ્યા પછી.

મે એમનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,

પણ નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.


એક નાની અમથી લાગણી

વર્ષોના વર્ષ જીવડાવી જાય છે

પણ, તૂટતો ભરોસો

ક્ષણમાં મારી લાગણીને મોત આપી જાય છે

કોઈના દૂર જવાથી કોઈનો જીવ નથી જતો

માત્ર લાગણીઓ આત્મહત્યા કરતી રહે છે, જીંદગીભર !


હવે મારી ભીતર એ લાગણી રહી નથી

પંખી છે, પાંખો છે, ઉડવા ગગન છે,

પણ પેલા લાગણીના પીંછા નથી

મરી જાય મન તો પછી પગલું ના ઉપડે,

મનને તણખલુ લાગે પહાડ


તમને પામવું મારી અધૂરી ઈચ્છા

જે હંમેશા સપના સુધી જ સીમિત રહી

એટલે જ કદાચ હંમેશા માટે અધુરી રહી જતી

એક તૂટેલા દિલની ખ્વાહિશને જ સાચો પ્રેમ કહ્યો હશે

સાથે રહેવું એ પ્રેમ છે જ નહિ

ઝંખવુ એ જ પ્રેમ છે કદાચ


આજે પણ હ્દયનાં એક ખૂણે કંઈક તો ખૂંચે છે

નવાઈ છે હજી પણ તમે ત્યાં જ વસો છો...

એમને કહેવામાં હવે કહેવા જેવુંય ક્યાં કંઈ રહ્યું જ છે

શબ્દોને હવે પોતાના જેવુંય ક્યાં કંઈ રહ્યું જ છે

મે ખાનગીની વાતને ખૂણા ભીતર દબાવી રાખી

પણ દીવાલને હવે કાન જેવુંય ક્યાં કંઈ રહ્યું જ છે


પછી તો હું હોઠોથી મૌન થઈ ગઈ

લોકો સમજ્યા કે અભિમાની થઈ ગઈ

બેપનાહ મહોબ્બત કા આખરી પડાવ

બસ એક ખામોશી !


વાદળી રંગની એક સવાર

લાલ રંગની એક બપોર

અને કેસરી રંગની એક સાંજ

કેટલીય ક્ષણો જાણે હમણાં જ બની હોય

તેમ દિલના કોઈ ખૂણે જીવંત હતી.


આ યાદો માત્ર મારી કે તમારી જ નહિ

પણ દરેકની કહાની છે

આ શહેરના બધા લોકોનું કાંઈકને કાંઈક ખોવાયું છે

દરેક વિખૂટી પડેલ વ્યક્તિ માટે એકવાર પાછું વળીને જોવાયું છે


દરેકના મનમાંથી મળશે

કરશો તપાસણી જેમ જેમ

થોડું દર્દ, એક અધૂરો પ્રેમ અને

વિખરાયેલા સ્વપ્નો જેમ તેમ !


Rate this content
Log in