STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

યાદ તારી

યાદ તારી

1 min
23.4K

ઉદયથી અસ્ત સુધી મને આવતી યાદ તારી.

ક્યારેક આવીને સ્વપ્નને સજાવતી યાદ તારી.


આમ તો મારી દુનિયા આખરે તું જ છો ખરી,

ને વિયોગે કેવી કેવી શકે અકળાવતી યાદ તારી.


તરંગ ગતિ મનની ચંચળતા થકી ભ્રમાવનારી,

પણ ઉરના ધબકારમાં એ ધબકતી યાદ તારી.


પ્રભાતે કરી કિલ્લોલ વિહંગસૃષ્ટિ વિચરનારી,

ક્યાંક કોકિલના સુમધુર સૂરે ટપકતી યાદ તારી.


શીતલ, મંદ, સુગંધી વાયુ પ્રસન્નતાની લહેરખી,

અનિલની શીતળતા રખેને છલકાવતી યાદ તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama