યાચના
યાચના


આજે કેવો ઊગ્યો આ દિવસ !
ન થવા દીધો આ માનવીનો સૂર્યાસ્ત.
આશા ને અરમાન રાખ્યા અધૂરાં.
બળતી બપોરે બુઝાવ્યો જીવન દીપ.
મૃત્યુની વાટ જોતી માતને દીધો કારી ઘા.
ન વિચાર્યું તેં કેમ ખમશે આ કારી ઘા ?
સંતાનોને કોણ આપશે આધાર ?
પત્નીનો કોણ બનશે સથવારો ?
તને તો આ બધું શું કહેવું ?
તુુજ બહેરા કાને ક્યાં સંભળાય છે
અમ યાાચના ?