વરસાદ
વરસાદ
1 min
27.2K
મેઘે આણ્યો શીતળ તરલ નટખટ મેહુલો
સરસર ફરફર પડતો રહે એકધારો
વરસાદની હર બુંદે કોઈ પ્રેમનો સંદેશો
વીંઝાતી હવા કરતી એમાં હામી અને હોંકારો
ભીનાં ભીનાં પાંદડાં પર ચમકી રહ્યો ઓછાયો
એને થયો ચસચસતાં ચુંબનનો મુહાવરો
શરમાયા ફરીથી જ્યારે પવને મારી થપાટો
જાણે 'કો મુગ્ધાના ગાલે રેલાયો શરમશેરડો
ભ્રમર પણ વાંચ્છે છે ફૂલોનો કૂણો સથવારો
ભીની ભીની સુગંધ ફેલાવે મલંગ અલબેલો
નિશિથના તીર જાણે, વાગે છે વરસાદી બુંદો
પિયુ કસે પ્રિયાને બાથમાં જાગે એવા ઉમંગો
ઋતુ બધી અનોખી, વર્ષાનો પ્રભાવ છે જૂદેરો
નવોઢા ધરતી 'ને તાણ્યો એણે હરિત ઘૂમટો !

