STORYMIRROR

Archita Pandya

Others

2  

Archita Pandya

Others

વનરાવન છે રૂડું

વનરાવન છે રૂડું

1 min
3.0K


મારા છે એની દરકાર રાખું છું
એમની ખુશીમાં મારું વજૂદ રાખું છું
જ્યારે મળીએ છીએ 'અમે' બધાં
ત્યારે ખીલે જે 'હું' તે ખુદને ગમું છું
 
જોડાયા છે જે લાગણીના તંતુ વડે
તેની જ દિલમાં સરકાર રાખું છું
બે ઘડી મળો તો ભવનું ભાથું દઉં બાંધી
પ્રેમ આપવા કર્ણનું રૂપ લઈ લઉં છું
લાગે જો માઠું મારાં વહાલાઓને
મનામણી તો ઠાંસોઠાંસ રાખું છું
 
નજર ફેરવીને ચાલે મારાં જ કોઈ દિ'
રાહ જોવાની રીત યથાવત રાખું છું
ઈશ્વર પણ આવી જાય પરોણો થઈ
મહેમાનગતિ એવી લાજવાબ રાખું છું


Rate this content
Log in