વ્હાલપની મારી ગઝલ..
વ્હાલપની મારી ગઝલ..
1 min
27.2K
ધરતીના આસનીયે બેસી આભ ઓઢીલે
મારા નામનું પાનેતર તું આજ પહેરીલે,
ભરી લઉં સેંથી તારી રક્ત સિંદુરથી મારા
સપ્તપદીના ફેરા સાત મુજ સંગાથ ફરીલે.
નવી નવેલી થઈ દુલહન શણગાર સજીલે
સાત જન્મનો સાત ફેરામાં ભરથાર ભરીલે,
ઘર ગ્રહસ્થી તણા ગરથાળ ગૂંથી લીધા
ભવોભવના ભરથારને ભાગીદાર કરીલે.
વંશ તણા વટવૃક્ષ ને વાલમ તું વધારી લે
આપણાંમાં આપણી જાત ને તું ભાળી લે,
હંકારી હંકારી ભેળા આ જીવનરથના ગાડા
જીવન સફરના સાચા સાથીદાર શાંખી લે.
ધરતીનો છેડો ઘર ને ઘટમાળ આપણ બેઉ
'વિનીત' ના વ્હાલપ ની સજની ગાંઠ બાંધી લે.
