ખરાબ સમય ચાલે છે
ખરાબ સમય ચાલે છે
1 min
27.3K
હું ખરાબ નથી મારો ખરાબ સમય ચાલે છે,
દાઝ ભરી દિલમાં સાંસારિક પ્રણય ચાલે છે.
અછાન્દસની અવગણના જો થાય છે બધેય
ચાલુ ગઝલમાં પણ તરન્નુમ ને લય ચાલે છે.
શબ્દે શબ્દ થઈ ઝરણું પહાડોની છાતીએ
વહે બની વિચલિત નદી ચંચળ વલય ચાલે છે.
પ્રખર પહાડોના પ્રતીક સમ રચી પ્રેમની ગઝલ,
પ્રાસ અનુપ્રાસમાં અલંકારના પ્રલય ચાલે છે.
સમાવવું હતું જે સાગર માં સરિતા બની ને મારે,
નહોતી ખબર કે અર્ણવમાં પણ વિલય ચાલે છે.
કાંકરીચાળાની ઘટમાળ માં વીતાવ્યું છે જીવન,
મેઘો બારેમાસ "વિનીત" નયન જળ જળ ચાલે છે.
