STORYMIRROR

Neha Purohit

Others

3  

Neha Purohit

Others

વાત કહેવા દો

વાત કહેવા દો

1 min
25.6K


અવાચક થઈ જઈશ હું, કૈંક તો અવકાશ રહેવા દો ;

મને બસ આટલું કહેવું હતું, તો આજ કહેવા દો !


પડેલી ભાત લૂછી ના શકો પણ પોત રંગીને -

કશું બદલી શક્યાનો સહેજ અમથો ભાસ રહેવા દો.


કદી ઉપકાર મારા પર કરો કે પાસ બેસીને

તમારી આંખને પ્રેમાળ બે ત્રણ વાત કહેવા દો.


કદી પાછા વળો જો ઉંબરેથી, 'આવજો' કહીને

કદી મળશું જ, એ વિશ્વાસનો અહેસાસ રહેવા દો.


કહાણી આપ કહેતા'તા, ને મેં જીવી બતાવી છે,

જરા થોભો, મને મારા મરણની વાત કહેવા દો.


Rate this content
Log in