વાણીના ઘા
વાણીના ઘા

1 min

394
ધારદાર શબ્દો તલવારથીય ભયંકર છે.
ઉતરે હૃદય સોંસરવા જાણે વિષધર છે.
નથી રુઝનારા શબ્દોના ઘા આજીવન,
એવી વાણી કરતાં મૌન એ બહેતર છે.
જખમ પર નમક ભભરાવવું દુષ્ટનું કામ,
મનુષ્ય રુપે શૈતાન બધે જગજાહેર છે.
કોઈના આત્માને દૂભાવવો પાપ છે મોટું,
આખરે અહીં ઈશ્વર પણ સચરાચર છે.
નથી ભૂલતો સમાજ સંતોને અને દુષ્ટોને,
ભલે છોડે દેહ પણ કર્મ અજરઅમર છે.