STORYMIRROR

Saurabh Joshi

Others

3  

Saurabh Joshi

Others

તું નથી પણ તારી યાદો

તું નથી પણ તારી યાદો

1 min
28.1K


તું નથી પણ તારી યાદો,
હંમેશા અમારી સાથે રહેશે.

તારા ચહેરાનું માસૂમ સ્મિત જે હંમેશા ઘરને ખુશીથી ભરી દેતું,
એ હવે બધાને રડાવે છે.

તું નથી પણ તારી તસ્વીરો બોલે છે,
જે વાતો કરે છે અને અમને જીવાડે છે.

તું નથી અમારી સાથે એ હજુ પણ મન માનતું નથી,
તારા વગરનું જીવન ગમતું નથી.

તું આકાશમાં દેખાતો ચમકતો તારો છે,
જે અમને કહે છે કે તું અમારી સાથે જ છે.

હજુ પણ સાંજ થતા જ આંખો ઘડિયાળ તરફ જુએ છે,
અને વિચાર આવે છે કે હમણાં જ તું આવીશ,
ખૂબ વાતો કરીશ, મસ્તી કરીશ,
પણ હવે એ શક્ય નથી.

ખુદાને તું પ્રિય હોઇશ એટલે તને પોતાની પાસે બોલાવી,
પણ મને એનાં કરતા વધુ તું પ્રિય છે.

તારા વગર એક
ક્ષણ પણ જીવવું અશક્ય છે,
બસ તું મારી પાસે પાછી આવી જા.

તું નથી પણ તારી યાદો હંમેશા અમારી સાથે રહેશે.


Rate this content
Log in