તોય શું?
તોય શું?


કોઈ મને સ્વીકારે તોય શું? કોઈ મને ધિક્કારે તોય શું?
કોઈ મને આવકારે તોય શું? કોઈ મને સત્કારે તોય શું?
આજ તો ગગન ધરા પર ઊતરીને સ્વયં આવી ગયું છે,
કોઈ મહી આકારે તોય શું? કોઈ એને શણગારે તોય શું?
હરી લીધો છે શોક સઘળો આસોપાલવનાં તોરણોએ,
કોઈ પછી વિચારે તોય શું? કોઈ પછી ઊતારે તોય શું?
ખુદ સાગર આવ્યો છે મળવા સરિતાને રત્નો ભેટ લઈને,
કોઈ એ ગણકારે તોય શું? કોઈ એને ધૂત્કારે તોય શું?
મળ્યાં છે સાવ સાચાં મોતી મને સમંદર કિનારે આવતાં,
કોઈ જાય મઝધારે તોય શું? કોઈ પછી હંકારે તોય શું?