STORYMIRROR

Meghraj Sinh

Others Romance

3  

Meghraj Sinh

Others Romance

તારું નામ લખ્યું છે.

તારું નામ લખ્યું છે.

1 min
28K


કંકુ-ચોખા,ચંદન ને શ્રીફળ પર

તારું નામ લખ્યું છે,

સઘળા લાભ-શુભ ને શુકન મંગળ પર

તારું નામ લખ્યું છે.


જ્યારે જ્યારે મારે દ્વારે

થાય ટકોરા ઓચિંતાને,

ત્યારે ઉદ્ભવતી સઘળી અટકળ પર

તારું નામ લખ્યું છે.


જ્યાં વરસોથી કોઈના

આવ્યાના કંઈ નિશાન નથી,

જઈને શ્વાસોના એ વેરાન સ્થળ પર

તારું નામ લખ્યું છે.


રોમેરોમે મારા જાણે

ફૂલો ઉગી નીકળ્યા છે,

મેં તો કેવળ એક કોરા કાગળ પર

તારું નામ લખ્યું છે.


જાત જલાવી એક પ્રતીક્ષાનો

દીવો જલતો રાખ્યો છે,

ને એ જલતા દીવાની ઝળહળ પર

તારું નામ લખ્યું છે.


Rate this content
Log in