તું મને મળજે.
તું મને મળજે.
1 min
13.3K
હવાઓના ચમનમાં તું મને મળજે.
સિતારાના ભવનમાં તું મને મળજે.
અદાવતથી રુઠેલો છું વર્ષોથી હું
વફા હો તો, અમનમાં તું મને મળજે.
ક્ષણો વચ્ચે નગર શું આમ વિખરાશે?
અગર હા તો, પતનમાં તું મને મળજે.
જમીં પર જો મિલનની એ જગા ના હો
અનંતે આ ગગનમાં તું મને મળજે.
ટકોરા યાદના તો ‘મેઘ’ જરુરી છે
અમસ્તા એ મનનમાં તું મને મળજે.
