તારી યાદ
તારી યાદ
1 min
13.5K
શું કરે છે !? ફ્રી છે ? કરવી છે એક વાત,
કાલે બેઠો હતો એમ જ ને આવેલી તારી યાદ...
આપણી મળવાની ગલીઓ કરતી હતી સાદ,
કે આવતા નથી હવે, બની ગઈ કોઈ વાત!?
કેમનું સમઝાવું હવે કે મળવાનું થયું બંધ અને મોબાઈલમાં થાય છે વાત,
ભલેને જૂની ગલીઓ કરતી રહે સાદ...
તને પૂછવાનું રહી ગયું કે ક્યારેક બેઠી હોય તું અને આવેલી મારી યાદ !?
આવે તો રીપ્લાય કરજે, મળવાનું ન થાય તો ભલેને મોબાઈલમાં કરજે...
કાલે બેઠો હતો એમ જ ને આવેલી તારી યાદ...
