STORYMIRROR

Prashant Shroff

Others Romance

3  

Prashant Shroff

Others Romance

એક પ્રશ્ન

એક પ્રશ્ન

1 min
14.9K


કહી દે તું આજે મને, કે મારી સાથે તું નથી

કેમ નથી ? કેમ નથી ?


કહી દે તું આજે મને, કે મારી પાસે તું નથી

કેમ નથી ? કેમ નથી ?


કહેલું તે એવું મને

કે કંઈ પણ થાય, દિલ ના દુઃખાય


કહેલું તે એ પણ મને...

કે એવું જો થાય, જુદા થવાય, આંખે રડાય


કહેલું મેં એ પણ તને

કે પુરા ન થાય, એ સપના ન જોવાય


કહી દે તું આજે મને, કે હવે એ યાદ આખી નથી

કેમ નથી ? કેમ નથી ?


કહી દે તું આજે મને,આપણી કોઈ વાત બાકી નથી

કેમ નથી? કેમ નથી ?


કહી દે તું આજે મને, કે મારી સાથે તું નથી

કેમ નથી ? કેમ નથી ?


Rate this content
Log in