શરીરની ભાષા
શરીરની ભાષા
શબ્દોવિણ કહી રહી છે શરીરની ભાષા તારી.
મૌન છતાંયે વહી રહી છે શરીરની ભાષા તારી.
છોને મુખમંડળે મલકતું હાસ્ય હોયને દેખાતું,
એક આંખ રડી રહી છે શરીરની ભાષા તારી.
ના શકાય છૂપાવી ખુશી કે ગમ હસીન ચહેરે,
આશ્વાસન ગ્રહી રહી છે શરીરની ભાષા તારી.
"ના-ના" માં ક્યાંક "હા" હોય અગોચર ખૂણામાં,
ખુદ તને જ સતાવી રહી છે શરીરની ભાષા તારી.
ચહેરો એ તો દર્પણ છે મનને પ્રદર્શિત કરનારું,
જાણે કે તને તાવી રહી છે શરીરની ભાષા તારી.
અંગ ઉપાંગો સ્થાન લૈ રહ્યાં છે જીહ્વા તણુંને,
રખે હશે તને ફાવી રહી છે શરીરની ભાષા તારી.