STORYMIRROR

ચૈતન્ય જોષી

Children Stories

4  

ચૈતન્ય જોષી

Children Stories

શૈશવ

શૈશવ

1 min
429

શિશુ સંગાથે સ્મરણ શૈશવનું થઈ આવ્યું. 

શિશુ સંગાથે આચરણ શૈશવનું થઈ આવ્યું. 


ન રહ્યું ભાન સુધ્ધાંયે ઉંમરના વાર્ધક્ય તણું,

શિશુ સંગાથે વાતાવરણ શૈશવનું થઈ આવ્યું. 


નિર્દોષ નિખાલસ હાસ્યમાં કેટકેટલું મળ્યું, 

શિશુ સંગાથે જાણે વરણ શૈશવનું થઈ આવ્યું. 


પળમાં રીઝેને પળમાં ખીજે બાળારાજા કેવા!

શિશુ સંગાથે અવતરણ શૈશવનું થઈ આવ્યું. 


મોજમસ્તીને નિજાનંદે જીવવાનો મકસદને,

શિશુ સંગાથે આભરણ શૈશવનું થઈ આવ્યું. 


Rate this content
Log in