STORYMIRROR

Darsh Chaudhari

Others Classics Inspirational

2  

Darsh Chaudhari

Others Classics Inspirational

સાગર જેવા...

સાગર જેવા...

2 mins
13.2K


સાગર જેવા દિલના લોકો, ચોરીવાડ ગામમાં છે

ઈડરની વનરાજીમાં સંસ્કૃતિના ધામ છે;

સાગર જેવા...

ચોરીવાડના ડુંગર વચ્ચે ચંપેશ્વરનો વાસ છે,

હરણાવીના તટ પર રુડા તીર્થોનો સહેવાસ છે;

સાગર જેવા...

કડિયાદરા ગામે માલવણ, ને ચોટાસણે કાળીમા,

કૃષ્ણ કન્હૈયો ઠાકોરજી ને બ્રહ્માજી છે ખેડમાં;

સાગર જેવા...

રાજચંદ્ર સ્થાનક શોભે, શીલાનો ઉધ્યાન છે,

ઉન્નત શીરે ઈડરિયો ગઢ, સાબરકાંઠાની શાન છે;

સાગર જેવા દિલના લોકો, ચોરીવાડ ગામમાં છે...


Rate this content
Log in