રોયા ભાન તને છે
રોયા ભાન તને છે
1 min
27.5K
યાદનાં કોરાં રણ વચાળે હીબકે હીબકે રોયાં, રોયા ભાન તને છે ?
ભાંગતી રાતે હાય મનોરથ મનનાં હંધાય ખોયા, રોયા ભાન તને છે ?
કાલ લગણ તો નજરું તારી પંડને બેવડ વાળતી મુંને ચડતી ખાલી,
રાત પડે ને આંખ ઉલાળે ઝૂલતો મારા હૈડે થાતો સાવ મવાલી,
કાંકરીચાળો કરવા હાટુ કઈરાં હેતવછોયા ? રોયા ભાન તને છે?
વકરી ગ્યેલા રોગની જેવું ખોળિયે તારું અડવું હાડેહાડ ઝરે છે,
પોષની રાત્યે વલખા દેતી નારને છાના ડામ ડૂંભાવી વલ ખરે છે,
જાત વળોટી આજ લગી કંઇ કેટલા મનખા ખોયા, રોયા ભાન તને છે ?
