પ્યારા બાપુ
પ્યારા બાપુ
1 min
15
પોરબંદર ગામે જનમ્યા એ બાળ
બા એ આપ્યું મોહન નામ,
ભણી ગણી વિલાયત ગયા
રંગભેદના ભોગ બની ગયા,
આ ભેદ મિટાવું મનમાં ઠાની
સત્યાગ્રહના પંથે અગ્ર થયા,
એવા મારા બાપુને નમન,
બેરિસ્ટર બની તે આવ્યા દેશ,
ને બાપુ બની લીધો પોતડીનો વેશ,
અંગ્રેજો સામે લીધી એવી ટક્કર
ભગાવ્યા હાથ માં લીઘા વગર ખપ્પર,
રેંટિયો કાંતીને આપ્યું સ્વદેશીનું સૂત્ર
હરિજનોને બનાવ્યા મિત્ર,
સત્ય, અહિંસાનો દેખાડ્યો માર્ગ
સ્વચ્છતાનો તેમણે ભણાવ્યો પાઠ,
કોમી એકતા ખાતર ગોળીએ મરાયા
ગુમાવી દેશે બાપુની છત્રછાયા,
વિદ્યાર્થીને બતાવ્યા બુનિયાદી શિક્ષણના માર્ગ.