પિતાતુલ્ય સસરા
પિતાતુલ્ય સસરા
1 min
450
કેમ રે વિસરાય તારી યાદ,
કેમ રે વિસરાય તારી યાદ,
આપી અચાનક આઘાત,
પકડી કાં ? અનંતની વાટ,
નામ જેવા ગુણધારી,
કેમ ? ના લીધી ચાકરી અમારી,
જે તવારીખે જોડયો હાથ,
એજ તાવારીખે છોડયો સંગીની,
આપ્તજનોનો સાથ,
સદાય પ્રેરણા આપતી,
એવી હતી હસ્તી તમારી,
હાસ્ય પ્રસરાવતી મૂરત તમારી,
પુત્ર, પતિ, પિતાની ભૂમિકા ભજવતાં,
કર્મને જ ઇષ્ટદેવ માનનારા,
સત્યને પૂજનારા, સ્પષ્ટ વક્તા,
"ના" નામ નો શબ્દ નહિ જાણનારા,
"માતા"ના કહ્યામાં રહેનાર,
સર્વોનો ઉદય ઇચ્છનાર,
કેમ રે વિસરાય તમારી યાદ
કાં ? પકડી અનંતની વાટ.
