STORYMIRROR

Sagar Kavi

Others

2  

Sagar Kavi

Others

નથી હવે..

નથી હવે..

1 min
14.8K


નથી વિશ્વાસ અમને જંગમાં હવે.
રહેવું છે સદા અમારે તો પ્રેમમાં હવે.

કેટલી પકડી છે રફતાર જિંદગીમાં હવે,
મળશે વિશ્રામ આ કબરની ઉંઘમાં હવે.

જાઉં છું છોડીને તમને આ ભીડમાં હવે,
રડશો નહી કદીઅે અમારી યાદમાં હવે.

દીધી ખુશી અપાર સદા સૌને ઉરમાં હવે,
લીધી નિંદ્રા આજ અમે માની ગોદમાં હવે.

અેકલતાઅે નીકળે આંસુ જો આંખમાં હવે,
છૂપાવી વાવજો શાંતીનાં બીજ સાથમાં હવે.


Rate this content
Log in