મુલાકાત લીધી
મુલાકાત લીધી
1 min
6.8K
મુલાકાત લીધી એક ગામની પહાડો પર,
સુંદર વનરાજી ને ઝરણા વહેતા પહાડો પર.
મકાન હજી ક્યાંક કાચા માટીના પહાડો પર,
છત બનેલી છે નળિયાની લાકડા ઉપર.
બન્યા ઓરડા વળી છાણાંની લીપણ પર,
બનતી રસોઇ ત્યાં માટીના ચૂલા પર.
બનાવી અમે પણ રસોઇ આજે માટીના ચૂલા પર,
ભોજન બન્યું અતિ સ્વાદિષ્ટ માટીના ચૂલા પર.
થઈ આનંદની અનુભૂતિ, કુદરતની નજીક પહાડો પર,
આવકાર મળ્યો ભાવભીંનો, લોકોનો એનાં ઉપર.
આજે પણ રહેતી ક્યાંક સરળતા માનવી પર,
માણ્યું સ્વર્ગ કુદરતના ખોળામાં પહાડો પર,
ભમ્યા આજે અમે મન ભરી પહાડો પર.