મુક્ત પંખી
મુક્ત પંખી

1 min

11.5K
મુક્ત ગગનનું પાંખ પંખી ઉડ્યું આકાશ,
મળ્યું આભ તો ઉડ્યું ને ચાતરી દીધું આકાશ.
ઉડાન ભરી ગંગાજળિયાં પાણી પીતાં રહેતા,
મુક્ત પંખી ઊડી ને મુક્તિથી મહાલતા રહેતાં.
પાંખ ફેલાવી ને હાથ છેટું ઉડ્યું છે આકાશે,
દ્રશ્યો મનહર ઊડીને જૂએ ધરતી પર આકાશે.
આકાશમાં ઊંચે ઊંચે ઉડતાં મુક્ત બની મહાલતું,
ભીતરમાં રોપી છે અજબ ગજબ આશાઓથી મહાલતું.
તરવાં પડતાં વગર તરાપે પળ પળ અહીં પાંખથી આકાશમાં,
હટતી હૃદયકમળની ઉડતાં આ પાંખથી આકાશમાં.