STORYMIRROR

Hirenkumar Pandya

Others

2  

Hirenkumar Pandya

Others

મને માફ કરજો

મને માફ કરજો

1 min
13.5K


 

કુદરતની કલાનો કદરદાન છું. એમાં  જો ક્યાંક તમારી કદર થઇ જાય,

તો મને માફ કરજો.

 

સમુદ્ર નથી હું પણ સમુદ્ર સમાન છું,જો કોઇને અંદર સમાવી લવ તો; 

મને માફ કરજો.

 

મૌન રહી સમાવ્યુ છે ઘણું હ્રદય માં,જો એ મારી દ્રષ્ટી કહી જાય તો,

મને માફ કરજો.

 

હું તો કોઇના રૂદન સુધી પહોંચી નથી શકયો. જો મારા શબ્દો પહોંચી જાય તો,

મને માફ કરજો.

 

એકલવાયું  પંખી બની જતો રહીશ મસ્ત ગગનમાં. મારા શબ્દો અહીં રહી જાય તો,

મને માફ કરજો.

 

મૌન રહી ચાલ્યો જઇશ દુનિયા છોડી, રઽવુ પડશે ત્યારે તમારે તો,

મને માફ કરજો.

 


Rate this content
Log in