માવડી તો સિંહણની જાત
માવડી તો સિંહણની જાત
1 min
271
મારી બૈ, એલી સૈયર માવડી તો સિંહણની જાત !
ધરવાને અવતાર વિધાતાને પણ આવવું પડે જ્યાં, એવી એની કૂખની તાકાત !
મારી બૈ, એલી સૈયર માવડી તો સિંહણની જાત !
ગોપીઓને ઘેલો કરતો, રાત દહાડો લીલા કરતો,
ગીતાના ઉપદેશ દેતો, એક ટેરવે ચક્ર ધરતો,
પૂછજે રે સખી એ માધવ મળે તો, વિના જશોદા તારું શું થાત ?
મારી બૈ, એલી સૈયર માવડી તો સિંહણની જાત !
ધર ધર ધરા ધ્રૂજાવે, સિંહને બાથી નવરાવે,
થર થર શત્રુ હંફાવે, એવા એવા શૂરવીર પાકે,
પૂછજે રે સખી એ વીરલાઓને, સંભરાવજે બાળપણની વાત,
સોડમાં કોની લપાઈ જતાં ? થતી જ્યાં જરાક અમથી રાત !
મારી બૈ, એલી સૈયર માવડી તો સિંહણની જાત !