Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

G@jju Damodar

Others

4.6  

G@jju Damodar

Others

હું અને તું

હું અને તું

1 min
283


ઉદરમાં ખીલ્યો આજ એક અંશ મારો,

ઉતારો હેઠો હિંચકો, હવે પારણું બંધાવો,

પીડા ભેગો હરખાવતો, તું લાતે લાતે,

પોઢે તું પછી પોઢું હું નિરાંતે !


પ્રસૂતિની પળે જીવ સાતમે કોઠે ઉલાળ્યો,

હર્ષ કેરા અશ્રુ સંગ હૈયે વળગાડ્યો,

પારણીયે ઓવારણાં ઉતારું, હું વારે વારે,

પોઢે તું પછી પોઢું હું નિરાંતે !


ઘૂંટણીયા ભૂલી ઝાલી આંગળી તું ચાલતો,

છૂટે જો હાથ, તો સાડલો મારો ઝાલતો,

માં માં પોકારતો, તું વાતે વાતે,

પોઢે તું પછી પોઢું હું નિરાંતે !


તારલા સમી ચમકી ઊઠતી તારી આંખો,

ભાળી મને દોડી, સોડમાં તું સમાતો,

પાંપણો બાંધીને તાકતી, હું રાતે રાતે,

પોઢે તું પછી પોઢું હું નિરાંતે !


Rate this content
Log in