લાગણી
લાગણી


આજને માણીને જીવી લઈએ, એકબીજાના દિલમાં ધબકી લઈએ,
લાગણીનો બંધ છલકાયો છે, ચાલ આજે એ ભાવનાઓ વહાવી લઈએ.
એકબીજાના પ્રેમને ઓળખીને લાગણીની કદર કરીએ,
આમ મળીને એકબીજાને અંતરનો ભાવ વંચાવી દઈએ.
ચાલ નવી દુનિયા સજાવીને એ મીઠાં સરગમનાં સૂર રેલાવી દઈએ,
એકમેકનો પડછાયો બનીને લાગણીઓ વરસાવી દઈએ.
નથી રહ્યું અંતર હવે આપણી બન્ને વચ્ચે બધાં જ ભાવ છલકાવી દઈએ,
આમ પ્રેમાળ શબ્દોથી ચાલ ફરી આપણે ધબકી લઈએ.
એકમેકની ધડકન બનીને જિંદગી માણી લઈએ,
લાડલી તારી લાગણીનાં ભવપાશમા અમે બંધાઈ જઈએ.