ક્યાંય ગમતું નથી
ક્યાંય ગમતું નથી
1 min
13.7K
તારા વીના ક્યાંય ગમતું નથી,
રોવું તો છે, આંસૂ આવતું નથી.
જવું ક્યાં ગામ કોઈ ગમતું નથી,
રહેવું છે તારા દિલમાં, એ જડતું નથી.
છાનુંમાનું બેઠું છે એ પણ પુષ્પમાં,
ઝાકળનું ટીપુંય હવે રડતું નથી.
વ્યર્થ શોધો પાત્ર વફાનું,
હવે પ્રેમને કોઈ ઝંખતું નથી.
ટાઈપ તો સહુ કોઈ કરે છે અહીં,
પ્રેમ વિષે કંઈ સાચું લખાતું નથી.
એક સરનામું એનેજ તો આપ્યું'તું,
એમાં રહેતું કોઈ મારું મળતું નથી.
