STORYMIRROR

Dharmesh Vekariya

Others

3  

Dharmesh Vekariya

Others

બતાવો

બતાવો

1 min
28.1K


અમારા દિવાના હજારો બતાવો
જરી ભેદ ખોલી નજારો બતાવો

હવે ડૂબવાનો હતો એમનામાં,
છતાં હું તરૂં એ કિનારો બતાવો

મહોરું લગાવી ભલે આવતાં,પણ
તમારા વિનાનો સહારો બતાવો

નજર તો મળી છે તમારી અમારી
છતાં આંખથી તો ઇશારો બતાવો

ઉડી તો રહ્યાં આભલે, એટલે કે
હતો પ્રેમમાં એ સિતારો બતાવો


Rate this content
Log in