STORYMIRROR

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

કોરોનાની કમાલ

કોરોનાની કમાલ

1 min
312


આ કોરોનાની કમાલ તો જુઓ,

ભલભલાને ઘરમાં પુરી દીધા જુઓ,


ડરની એ અનુભૂતિને વાયરસનો કેર,

પરિવાર સાથે પળ જરાં માણી તો જુઓ


દરરોજની એ દોડમાં વિસરાય ક્ષણ સાવચેતીની,

દેશ અને પોતાની સુરક્ષા કવચ બની તો જુઓ.


એકતાથી પરિવારનું હૈયે ભરી જુઓ,

કોરોના ને વિશ્વમાંથી હરાવી તો જુઓ.


દેશ ભક્તિની ભાવના દિલમાં ઉતારો ભાવથી,

કોરોનાને દેશમાંથી એક બની હટાવી દઈએ.


Rate this content
Log in