કંઈક તો છે
કંઈક તો છે
1 min
545
ચુબંકીય આકર્ષણ ગજબનું એનું મોહિત કરી જાય,
બસ એ જોઈ મારી નાજુક પાંપણ ઢળી ઢળી જાય,
કંઈક તો છે, શું છે ? એનું એનામાં જે સંમોહિત કરી જાય,
એ ઊગતા સૂરજનો તેજ જેવો દીવો ઝળહળી જાય,
આંખોની ચમક ને મોહભર્યુ કાજળ એનું અંચબિત કરી જાય,
બોલાવે ઈશારે પાસે ને એ નજર મારી કળી કળી જાય,
લાલાશ ગુલાબની હોઠે એના હોઠ સુશોભિત કરી જાય,
ન કળાય જો એના ચુંબનની કળા તો લળી લળી જાય,
ચહેરો કુમાશ ભર્યો, હાવભાવ ત્રાજવે તોળી એ વિસ્મિત થાય,
ભાવભંગિમા સૂર લયની તાલે કેવી સંગતે મળી મળી જાય,
દેહસૃષ્ટી આખેઆખી બર્ફીલી એની જોઈને આશ્ચર્યચકિત થાય,
'આશા' ક્યાં તારુ ગજુ આમાં ભાવ તારો પણ વળી વળી જાય.