STORYMIRROR

asha champaneri

Others

4  

asha champaneri

Others

ઝરૂખો ઝાંખે ઝાંખી

ઝરૂખો ઝાંખે ઝાંખી

1 min
340

ઝરૂખો ઝાંખે ઝાંખી ઝલક પ્રિયતમની,

ઝનૂન ઝાડે ઝાડે ઝૂમે લેવા ઝાંખી સનમની, 


ઝરમર ઝરમર ઝરે ઝરોખેથી હર્ષની વેલી,

ઝાકળ ઝંખે ઝીલે ઝાલે એને પ્રિયકરની હથેળી,


ઝુમ ઝુમ ઝૂલે ઝુલણે ઝિંદગી આત્મિયની,

ઝૂંપડીએ ઝૂરે ઝગમગ દીપ દીવાની,


ઝાંખપ ઝિલતી ઝંઝાવાત સમી પ્રેમીકાની,

ઝલક ઝાલતા ઝાલતા ઝૂકી નાર ઝરૂખેથી,


ઝુંબેશે ઝંખના ઝાંખી ઝાંખવણ પડે,

ઝંખવાઈ ઝાંઝર ઝન ઝન ઝન ઝન કરે,


ઝોલો ઝાલી ઝીલ ઝટકે ઝુમ ઝુમ કરે,

ઝુલ્ફ ઝાટકી ઝુલ્ફીકાર ઝૂલે ઝૂલતા.


સામગ્રીને રેટ આપો
લોગિન